શું એ દાખલો આપણે ગણેલો છે જે આપણે દાખલા તરીકે ઉપયોગ કરીએ છીએ ?

 

શું એ દાખલો આપણે ગણેલો છે જે આપણે દાખલા તરીકે ઉપયોગ કરીએ છીએ ?


उदाहरण देने से पहले उदाहरण बनना जरूरी हैं


દાખલા તરીકે , આવું આપણે કોઈ ને સલાહ આપતા હોય ત્યારે કહેતા હોઈએ છીએ ને …

HELLO સફર ના સાથી… હું છું તમારી મુસાફિર ફાલ્ગુની,

હું કે તમે, કોઈ પણ બાબત ને સમજાવતા હોઈએ કે શીખવતા હોઈએ ત્યારે ઉદાહરણ કે દાખલારૂપે ની વાત પહેલા કરતા હોય છે પણ પોતે ઉદાહરણ રૂપ બનાવાના પ્રયત્નો કેટલા કરીએ છીએ ?

જરા પૂછી લેજો આ વાત પોતાની જાત ને,

આપણે કોઈને ઉદાહરણ આપીએ કે દાખલા રૂપે ની વાત કરીયે , એ પહેલાં આપણે પોતે પણ એ બાબત માં સક્ષમ હોવા જોઈએ અને ઉદાહરણરૂપ બનવા માટે મેહનત કરતા હોવા જોઈએ અથવા તો પૂરે પુરી રીતે માહિતગાર હોવા જોઈએ,

બાકી સલાહ તો ઘણા બધા લોકો આપતાં હોય છે પણ આપણા જીવન માં આપણ ને જ ખબર હોય છે કે ક્યાં વ્યક્તિ ની સલાહ માત્ર સાંભળવા જેવી છે અને કંઈ વ્યક્તિ ની સલાહ જીવન માં મુકવા જેવી છે,

તો જીવન માં આપણે પણ એવા વ્યક્તિઓની યાદી માં નામ ની કમાણી કરીએ કે જેનું નામ ખાલી ખોટી સલાહ ને બદલે આ તો “તમે જે કીધું ને એમ જ થયું” અથવા તો “તમે કીધું ને એ બહુ જ સારું રહ્યું મારા માટે”,

તો સફર ના સાથી… વાત એટલી જ છે કે તમે દાખલા આપો ,એ પેલા દાખલા રૂપ બની જજો અથવા તો એમાં અનુભવ લઈ પછી જણાવજો . તો માહિતી/દાખલો સાચી પણ લાગશે અને અસર પણ કરશે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.